દૃઢતાપૂર્વકનું સંચાલન strong agronomy management

આધુનિક જગતમાં વ્યાપાર અથવા ઉદ્યોગ કરવા માટે માનવીએ અમુક પ્રણાલી છોડીને આધુનિક વાતાવરણને અનુકૂળ થવા માટે પૂરતો પ્રયત્ન કરવો પડશે અને મજબૂત મનના બની સંચાલન કરવું પડશે . લાગણીઓને પ્રાધાન્ય આપી ખાજે જો કોઈ વ્યક્તિ ધંધાનું સંચાલન કરવા જશે તો મોટાભાગે તે ! નિષ્ફળ જશો .
મેનેજમેન્ટના જૂના જોગીઓ ટેઈલર , ગેટ , ગીલબર્ટ , માયો વગેરેએ આ હોત્રે ઘણું પ્રદાન કર્યું છે . તેઓના જમાનામાં તેઓના સંચાલનના સિદ્ધાંતો , વિચારો તે જમાનાને અનુરૂપ હતા પરંતુ આજના જમાનામાં આ સંચાલનના સિદ્ધાંતોને નવા સ્વરૂપે જોવા પડે છે . એ સત્ય છે કે અમુક પાયાના સિદ્ધાંતો સંચાલનમાં હંમેશ માટે સચોટ લાગુ પડતા હોય છે . દા . ત . માનવીને તેની ક્ષમતા બહારનું અથવા કક્ષા બહારનું કાર્ય આપવામાં આવે તો તે નિષ્ફળ જાય છે . સંચાલન શોને સફળતા મેળવવા માટે વ્યક્તિમાં માનસિક અને શારીરિક શક્તિ હોવી જરૂરી છે . માનવી મનથી નબળો હોય , વાતવાતમાં ગભરાઈ જતો મહોય તો તે સંચાલન કરી ન શકે અને કદાચ તેનું જ સંચાલન અર્થાત્ તે વ્યક્તિનું જ સંચાલન કરવું પડે . સફળ થવા માટે ફક્ત શારીરિક સ્વસ્થતા અથવા માનસિક સ્વસ્થતા પૂરતા થઈ પડતાં નથી . સંચાલનમાં સર્જનાત્મક શક્તિ , નવી અને મૌલિક વિચારધારા અને દૃઢતાની ખૂબ જરૂર છે , દૃઢ મનોબળથી સંચાલન ( ' Tough Minded Management ) એ ખાધુનિક જરૂરિયાત છે . ' ' ગ્રાહક બે આંખોની શરમ રાખી આપણી પાસેથી માલ ખરીદો " એ વિચારને હવે તિલાંજલી આપી દેવી પડે . દરેક ક્ષેત્રે જ્યારે હરીફાઈ ખૂબ વધી ગઈ હોય , માર્કેટિંગ માટે જાતજાતની રીતો અખત્યાર કરવામાં આવતી હોય ત્યારે ચીલાચાલ રીતે વેચાણ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડે . આવા સમયે ગ્રાહક પાસેપહોંચવા દૃઢ મનોબળથી સ્થિતિને સમજી સર્જનાત્મક શૈલી અપનાવવી પડતી હોય છે . નવા નુસખા અપનાવવા પડતા હોય છે અને હરીફના ભૂહને સમજીને તેના પડકારને ઝીલવો પડતો હોય છે . આજના જમાનામાં મોબાઈ ફોન ક્ષેત્રે જે હરીફાઈ ચાલી રહી છે અને તેમાં સરકારી BSNLને ટકવું હોય તો . આધુનિક સંચાલન દૃઢતાપૂર્વક સ્વીકારવું જ પડે અને આપણે જોઈ શકીએ છીએ કે સરકારી ઢાંચામાંથી બહાર નીકળી , પ્રણાલિકાગત સંચાલનમાંથી બહાર આવી સંચાલનની આધુનિક રીતો અપનાવી રહી છે પરિણામે તેના ગ્રાહકો વધતા જાય છે .
આજે સંચાલન કરતાં મેનેજમેન્ટ ડિગ્રી ધરાવતા યુવકોને પૂછવામાં આવે કે તમારો ધ્યેય શું છે ? તો મોટાભાગના કહે છે કે જીવનમાં સ્થિરતા . સલામતી અને આધુનિક સગવડો સાથેનું આરામદાયક જીવન એ ધ્યેય છે . ” અથવા ‘ મારું ઘર , મારી ગાડી તથા આધુનિક સાધનો સાથેનું જીવન જિવાય તેવી આવક એ મારું ધ્યેય છે . ” અર્થાત્ જીવનમાં નાણાકીય સલામતીને ધ્યેય તરીકે જોવામાં આવે છે . પરંતુ દૃઢ મનોબળ સંચાલનમાં સલામતી સિવાય હરીફને મહાત કરી નંબર વન પોઝીશન ઉપર પહોંચવાનો ધ્યેય હોય છે . જે યુવક ‘ ‘ મારે આજની હરીફાઈને સ્વીકારવી છે , તેમાં ટકી રહેવું છે અને જીત મેળવવી છે . ” તેવું વિચારશે . તે જ આજના ઉદ્યોગક્ષેત્રે અથવા વ્યાપારક્ષેત્રે ટકી શકશે .
- વ્યાપારક્ષેત્રે જીવનમાં સલામતી જરૂરી છે તેનો અસ્વીકાર કરી ન શકાય પરંતુ આ સલામતી મેળવવા વ્યક્તિએ પોતાની જાતનું મૂલ્યાંકન કરવું પડે છે અને મૂલ્યાંકન કર્યા બાદ પ્રામાણિકતાથી પોતાની શક્તિઓ અને ખામીઓને સ્વીકારી પોતાના ધ્યેયને પામવા આયોજન કરવું પડે છે . ફક્ત પૈસાથી જીવનમાં સલામતી આવી જતી નથી . સલામતી માટે માનસિક લાગણીઓની સ્થિરતા વધુ જરૂરી છે . વ્યાપાર ક્ષેત્રે સફળતા અને સલામતી માટે વિભિન્ન ક્ષેત્રે જાણકારી જરૂરી છે અને તેની માહિતીને આધારે દૃઢતાથી પગલાં લેવા પડે છે . .
( ૧ ) તમારી પાસે શું છે અને શું મેળવવું છે તેની જાણકારી :
અમદાવાદના સાબુઉદ્યોગે નામના કાઢનાર ઉદ્યોગપતિ પાસે સાબુ બનાવવાનો અનુભવ હતો – તેનું જ્ઞાન હતું તે માહિતીથી પોતે પૂરતા . જ્ઞાત હતા . ઉપરાંત તેઓને શું જોઈતું હતું તેનું સ્પષ્ટ ચિત્ર હતું – હરીફાઈમાં કેવી રીતે ટકવું તેની પૂરી જાણકારી હતી . માર્કેટમાં લાયન - શેર કેવી રીતે મેળવવોતેનું સ્પષ્ટ આયોજન હતું . આમ વ્યક્તિ પાસે જ્યારે શું છે અને શું જોઈએ છે તેની સ્પષ્ટ જાણકારી હોય છે ત્યારે ઉદ્યોગક્ષેત્રે સફળતાનો પહેલો પાયો નંખાતો હોય છે .
( ૨ ) તમે ક્યાં છો અને ક્યાં જવા માંગો છો તેનું સ્પષ્ટ ચિત્ર હોવું જરૂરી છે.
અમદાવાદની શરબત બનાવતી કંપનીના માલિકને એ ખબર હતી કે શરૂઆતમાં શરબતને આપેલું બ્રાન્ડનેમ લોકપ્રિય ન હતું . આ બ્રાન્ડનેમ લોકપ્રિય ! બને તો જ શરબતને વધુ વેચી શકાય અને માર્કેટમાં વધુ મોટું અને દેઢ સ્થાન મેળવી શકાય . બ્રાન્ડનેમ લોકપ્રિય બનાવવા માટે જાહેરાત , માર્કેટિંગ કંપની સાથેનો કરાર વગેરે આયોજનપૂર્વક કરવામાં આવ્યું . પ્રોડક્ટને ઈનફ્લઅન્સ કરતી તત્ત્વો જેમ કે બાળકોનો જાહેરાતમાં ઉપયોગ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને પરિણામે શરબતનું નામ ઘર - ઘરમાં જાણીતું થઈ ગયું અને ઉદ્યોગ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું .
( ૩ ) તમારે ક્યારે અને ક્યાં પહોંચવું છે તેનું સ્પષ્ટ ચિત્ર હોવું જરૂરી છે.
અર્થાતુ તમે સમયનો કેવો ઉપયોગ કરવા માંગો છો અને તમારું . સમયપત્રક કેવું છે તેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે . અર્થાત્ સંચાલન ક્ષેત્રે તમામ કાર્યોને સમય સાથે જોડવાં પડે છે અને દરેક કાર્ય ક્યારે થવું જોઈએ .તેની સ્પષ્ટ માહિતી મેળવવી પડે.
ભારતના એક જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર પોતાનાં પિશ્ચર બનાવતાં પહેલાં પોતાના દરેક કાર્યનું પૂરતું આયોજન કરે છે . કલાકારોને તેની સ્પષ્ટ જાણકારી આપે છે . કલાકાર - ટેક્નિશિયનો પાસેથી સમયપાલન માટે પૂરો આગ્રહ રાખવામાં આવે છે અને આ રીતે તેમના દરેક પ્રોજેક્ટને ધારી સફળતા મળી છે . ' ફિલ્મનિર્માણ બાદ જાહેરાતનું આયોજન પણ સમયસરનું હોય છે તથા ફિલ્મની પાયરસી ન થાય તેનું યોગ્ય સમયે પગલાં લેવાય છે જે થી પહેલાં જ વિકમાં ચેનલ ઉપર તેમનું નવું પિક્યર ન આવી જાય અને તેમને નુકસાની ન થાય ,
( ૪ ) તમે શા માટે જવા માંગો છો તેના સ્પષ્ટ કારણની જાણકારી જરૂરી છે :
કોઈપણ વ્યવહારમાં નફો મેળવવો એ વ્યવસાયનું મુખ્ય ધ્યેય હોય છે.પરંતુ આ નફો મેળવવા જુદા જુદા કાર્યો કરવાં પડતાં હોય છે . આ કાર્યો શા માટે કરી રહ્યા છીએ તેનું સ્પષ્ટ ચિત્ર વ્યવસાયી સમક્ષ હોવું જોઈએ . દા . ત . જાહેરાત - હું શા માટે અમુક મિડિયામાં જાહેરાત આપી રહ્યો છું તેનું કારણ વિચારવું ખૂબ જ જરૂરી છે . લોકલ માર્કેટ માટે નેશનલ ચેનલ ઉપર જાહેરાત આપવાનો કોઈ અર્થ નથી . જે દૈનિકનું સર્ક્યુલેશન ખૂબ ઓછું હોય અને વાંચક દીઠ જાહેરાતની કિંમત વધી જતી હોય તો તે જાહેરાત પણ મોંઘી પડે . સ્ત્રીઓને લગતા મેગેઝીનમાં ઔદ્યોગિક પ્રોડક્ટની જાહેરાતનું પરિણામ મળતું નથી . આમ વ્યવસાયમાં કોઈપણ કાર્ય માટે તેનું પ્રયોજન શું છે તે જાણવું જરૂરી છે .
પ ) તમારી પાસે કઈ સાધનસંપત્તિ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો ? :
વ્યાપાર અથવા ઉદ્યોગોને જાતજાતની સાધનસંપત્તિ ( Resources ) ની જરૂર પડે છે . તમારા વ્યવસાયમાં તમને કેવી અને કઈ સાધનસંપત્તિની જરૂર છે તેનું ચોક્કસ જ્ઞાન હોવું જરૂરી છે . દા . ત . એક હૉસ્પિટલ ચલાવવા માટે દર્દીઓ માટેના બેડ , ઑપરેશન રૂમની સાધનસામગ્રી , દર્દીઓના રેકોર્ડ રાખવાની સાધનસામગ્રી , દર્દીના સારવાર અને મોનીટરિંગ કરવા માટેની સાધનસામગ્રી વગેરેની જરૂર હોય છે . અધૂરી સાધનસામગ્રી અનેક પ્રશ્નો સર્જે છે . તમારા વ્યવસાય માટે તમામ જરૂરી સાધનસામગ્રી માટેની સચોટ માહિતી હોવી જોઈએ અને તમારે કેવી રીતે તેને વસાવવી તથા તેનો ઉપયોગ અને જાળવણીનું કાર્યદક્ષ સંચાલન હોવું જોઈએ . ભારતની ઘણી હૉસ્પિટલોમાં આ સાધનસામગ્રીના અભાવે દર્દીઓને તકલીફમાં મુકાવવું પડે છે .
( ૬ ) તમારા વ્યવસાયમાં કઈ વ્યક્તિઓનો સાથ જોઇશે : દરેક વ્યવસાયમાં માનવસેતુ અથવા માનવસાંકળ હોય છે . તમારા વ્યવહારમાં કેવી વ્યક્તિઓની જરૂર પડશે અને તેમને તમારા વ્યવસાયમાં ક્યાં અને કેવું સ્થાન આપશો તેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે . દા . ત . તમારા પ્રોડક્શનને વેચવા માટે માર્કેટિંગ અને સેક્સ માટેની વ્યક્તિઓ જોઈશે . પૈસાના કારભાર માટે એકાઉન્ટ્સ નિષ્ણાતની જરૂર પડશે . જે કંપનીઓ યોગ્ય માનવીઓના સાથ લે છે તેમને જરૂરી તાલિમ આપવામાં આવે છે અને માનવીય - વ્યવહારોને ધ્યાનમાં રાખી તેમની પાસેથી કામ લે છે . તે સફળતાના પંથે હોય છે . બીલ ગેટ્સની સફળતા તેણે માનવોમાં મૂકેલા વિશ્વાસને કારણે છે.અને તેમની પાસેથી ટીમવર્કમાં કામ લઈ શકે છે .
તમારા વ્યવસાયનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે ઉપરના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખો અને તે પ્રમાણે તમારા કાર્યનું આયોજન કરો . પરિણામે તમે તમારાં ઇચ્છિત પરિણામો મેળવી શકો .

Comments
Post a Comment